ઢેકીયા યુવા મિત્રો દ્વારા અયોધ્યા રામ મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા અંતરગત આમંત્રણ પત્રિકા વિતરણ કરવામાં આવ્યું.

શ્રીરામ જન્મભૂમિનું વિવરણ
ક્રૂ મંદિર પરંપરાગત નાગર શૈલીનું હશે.
* મંદિરની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) ૩૮૦ ફૂટ, પહોળાઈ ૨૫૦ ફૂટ અને ઊંચાઈ १६१ झूट
5 ત્રણ માળનું મંદિર, દરેકની ઊંચાઈ ૨૦ ફૂટ, કુલ ૩૯૨ થાંભલા, ૪૪ દરવાજા
* ભૂતળના ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ (શ્રી રામલલ્લા)નો વિગ્રહ, પ્રથમ માળના ગર્ભગૃહમાં શ્રીરામ દરબાર
ૐ કુલ પાંચ મંડપ - નૃત્ય મંડપ, રંગ મંડપ, ગૂઢ મંડપ (સભા મંડપ), પ્રાર્થના મંડપ, કીર્તન મંડપ
5 થાંભલા, દીવાલમાં દેવી-દેવતા તથા દેવંગનાઓની મૂર્તિઓ
5 પ્રવેશ ૩૨ પગથિયાં (ઊંચાઈ ૧૬.૫ ફૂટ) ચઢીને સિંહ દ્વારથી થશે.
ક્રૂ દિવ્યાંગ લોકો તથા વૃધ્ધોને માટે રેમ્પ અને લિફટની વ્યવસ્થા
* ચારે બાજુ આયતીકાર પરકોટા (પ્રાકાર), લંબાઈ ૭૩૩ મીટર, પહોળાઈ ૪.૨૫ મીટર, પરકોટાના ચાર ખૂણે ચાર મંદિર, ભગવાન સૂર્ય, શંકર, ગણપતિ, દેવી ભગવતી. પરકોટાની દક્ષિણ દિશામાં હનુમાન અને ઉત્તર તરફ અન્નપૂર્ણા માતાનુ મંદિર
ફ્ર મંદિરની સામે પુરાણકાળની સીતાકૂપ
5 શ્રીરામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં પ્રસ્તાવિત થનાર અન્ય મંદિરોમાં મહર્ષિ વાભિકી, મહર્ષિ વસિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને દેવી અહિલ્યા
* દક્ષિણ - પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર, ટીલા પર સ્થિત શિવમંદિરનો જિર્ણોધ્ધાર તેમજ રામભક્ત જટાયુ રાજની પ્રતિમાની સ્થાપના

વિશ્વના બધા જ રામભક્તોને નિવેદન
માતાઓ, બહેનો અને ભાઈઓ
આગામી પોષ સુદ, બારસ, વિક્રમ સંવત ૨૦૮૦ સોમવાર તા. (૨૨ જાન્યુઆરી, ૨૦૨૪)ના શુભદિવસે, પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ નૂતન રીતે, શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવુ મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
આ અવસરે અયોધ્યામાં એક અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ લાગશે. તમે પણ આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે (સવારે ૧૧-૦૦ વાગ્યા થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી) આપણાં ગામ, મહોલ્લા, કોલોનીમાં આવેલ મંદિરની આસપાસ રામભક્તોને એકત્રિત કરજો, ભજન કીર્તન કરજો, ટેલીવિઝન અથવા કોઈ એલઈડી સ્ક્રીન લગાડીને અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવજો. શંખધ્વનિ, ઘંટનાદ, આરતી, પ્રસાદ વિતરણ વગેરે પણ કરવું.
કાર્યક્રમના કેન્દ્રમાં મંદિર છે. પોતાના મંદિરમાં સ્થિત દેવી-દેવતાના ભજન- કીર્તન-આરતી-પૂજા તથા ‘શ્રીરામ જય રામ જય જય રામ' વિજય મહામંત્ર ૧૦૮ વાર સામૂહિક જાપ કરવો. એની સાથે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામરક્ષા સ્તોત્ર વગેરેનો સામૂહિક પાઠ પણ કરી શકાય. બધા દેવી-દેવતા પ્રસન્ન થાય, સમગ્ર વાતાવરણ સાત્વિક લાગે અને રામમય બની જાય. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દૂરદર્શન દ્વારા સીધુ જ પ્રસારિત કરવામાં આવશે. બીજી ચેનલોના માધ્યમથી પણ પ્રસારિત કરવામાં આવશે.
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના સૂર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવા, દીપમાલિકા શણગારવી, વિશ્વના કરોડો ઘરોમાં દીપોત્સવ મનાવવો જોઈએ.
આપને નિવેદન કરવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ પછી પણ પ્રભુ શ્રીરામલલ્લા તથા નવનિર્મિત મંદિરના દર્શન માટે આપ આપના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યામાં પરિવાર સહિત પધારશો, શ્રી રામજીની કૃપા પ્રાપ્ત કરશો.
નિવેદક : શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર

