કાર્યવાહી: ઉજડાના ગામતળમાં 26 ઘરો પર બુલડોઝર ફર્યું
• ગોકળપુરના પૂર્વ સરપંચની હત્યા કરાતાં ગ્રામજનોએ આવેદન આપ્યું હતું, છેલ્લા 30 વર્ષથી વસવાટ કરતા હતા
શહેરા તાલુકાના ગોકળપુરા ગામના ભૂતપૂર્વ સરપંચ દિનેશ ડાહ્યાભાઈ બારીઆની તા.16મેના રોજ ભેલાણ બાબતે ઉજડા ગ્રામ પંચાયત વિસ્તારના ભરવાડ સમાજના 3 લોકો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ ઉજડા ગામમાં આવેલ ગામતળની જમીનમાં વસવાટ કરતા તમામ ઘરો ને તોડી પાડયા.

