ટ્રેક્ટર પાછળ કાર ઘુસી જતાં પાઇપો આરપાર, માતા-પુત્રને ગંભીર ઇજા
કપડવંજ તાલુકાના આંત્રોલીથી તોરણા જવાના માર્ગ પર અકસ્માત
કપડવંજ તાલુકાના આંત્રોલીથી તોરણા જવાના માર્ગે બોરવેલની પાઇપ લઇને જઇ રહેલા ટ્રેક્ટર સાથે કારને અકસ્માત સર્જાતા પાઇપ કારની આરપાસ નીકળી ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર માતા-પુત્રને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

