સરકારી નોકરીમાં નકલીભરતીનું કૌભાંડ? યુવરાજસિંહ જાડેજા નો દાવો..કેતન શાહ ને રણજિત ઓડે રૂપિયા લઈ પોલીસ, સબ-ઓડિટર, GPSC, રેલવેમાં બનાવટી ઉમેદવારોની ભરતી કરીઃ

સરકારી નોકરીમાં નકલીભરતીનું કૌભાંડ? યુવરાજસિંહ જાડેજા નો દાવો..કેતન શાહ ને રણજિત ઓડે રૂપિયા લઈ પોલીસ, સબ-ઓડિટર, GPSC, રેલવેમાં બનાવટી ઉમેદવારોની ભરતી કરીઃ
સરકારી નોકરીમાં નકલીભરતીનું કૌભાંડ? યુવરાજસિંહ જાડેજા નો દાવો..કેતન શાહ ને રણજિત ઓડે રૂપિયા લઈ પોલીસ, સબ-ઓડિટર, GPSC, રેલવેમાં બનાવટી ઉમેદવારોની ભરતી કરીઃ

વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારી નોકરીમાં નકલી ભરતીના આક્ષેપો કર્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિયોદરના કેતન કુમાર શાહ અને રણજિત ઓડે લાખો રૂપિયા લઈ પોલીસ, સબ-ઓડિટર, GSPC, રેલવે અને આરોગ્ય વિભાગમાં બનાવટી ઉમેદવારોની ભરતી કર્યાનો દાવો કર્યો છે.

એને લઈને અમે પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે ફરિયાદ લેવાની ના પાડી હતી, આથી અમે કોર્ટમાં કલમ 156 (3) હેઠળ ફરિયાદ કરી છે. કેતન અને રણજિતને મોટા રાજકીય નેતાઓ સાથે ઘરોબો હોવાનું બન્નેએ દાવો કર્યો છે. આવા 14 ઉમેદવાર અમારી પાસે આવ્યા, જેઓ પાસેથી આ બન્નેએ રૂપિયા લઈ છેતરપિંડી આચરી છે.

અમે અગાઉ ફરિયાદ કરી ચૂક્યા છીએ કેમ પોલીસ ફરિયાદ કરતી નથી? યુવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં નકલી પીએસઆઈ મયૂર તડવીનો આપણે ઘટસ્ફોટ કર્યો હતો. ત્યાર બાદ ગુજરાતભરમાંથી અલગ અલગ નકલીકાંડ સામે આવ્યા હતા. આ નકલી હજી સુધી બંધ થયું નથી. ઘણી વખત અમારી સામે બાબતો આવતી હોય છે

કે યુવરાજસિંહ પ્રેસ-કોન્ફરન્સ કરીને જ આ બાબતો અમારી સામે મૂકે છે. કેમ પોલીસ ફરિયાદ કરતી નથી. આજે જે વાત મૂકવા જઈ રહ્યા છીએ એની અમે અગાઉ ફરિયાદ કરી ચૂક્યા છીએ, અરજી આપી ચૂક્યા છીએ. જે ઘટનાનું સ્થળ હતું એ બનાસકાંઠાનું દિયોદર હતું. દિયોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, રેન્જ આઈજી એસપી મકવાણા સુધી અમે આ ફરિયાદ આપી ચૂક્યા છીએ.

અમારી ફરિયાદ ચોપડે નોંધવામાં આવતી નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી ફરિયાદ ચોપડે નોંધવામાં આવતી નથી, એટલે પ્રેસ મીડિયાના માધ્યમથી સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બે વ્યક્તિ, જેમાં એક કેતન કુમાર શાહ અને બીજા રણજિત ઓડ જેઓ મૂળ દિયોદરના વતની છે. આ બંને દિયોદરમાં ખાસ કરીને સરકારી ભરતીમાં યુવાનોને લગાડવા માટેનું એક કૌભાંડ ચલાવી રહ્યા છે. કેટલું સાચું, કેટલું ખોટું એ અમે જાણતા નથી. કેતન શાહને મોટા રાજકીય નેતાઓ સાથે ઘરોબો છે. તેમની સાથેના ફોટા સોશિયલ મીડિયામાં છે. આ ભરત કુમાર શાહ પાસે જે ઉમેદવાર આવે છે તેને જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે.

દાવો કેટલો સાચો કેટલો ખોટો એ અમે -ધ ભારત ન્યૂઝ સ્પષ્ટતા કરતું નથી.