રૂપાલાના વિરોધમાં રાજકોટમાં મહારેલી: ક્ષત્રિયોનો જનસૈલાબ ઉમટ્યો, બહેનો કેસરી સાડી, ભાઈઓ કેસરી સાફા પહેરી જોડાયા, પદ્મિનીબા બેભાન થઈ ઢળી પડ્યા
નયનાબા કહ્યું- હજી પણ ઉગ્રતા વધતી જશે
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી. બાદમાં સાંજે 4 વાગ્યે મહારેલીનું આયોજન કરાયું હતું. આથી બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા.


